મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે નાગપુરમાં  વીર દામોદર સાવરકર (Veer Savarkar)  વિવાદ પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. વિચારધારા પ્રમાણે નહીં. ઉદ્ધવ ઠાકરેએ  કહ્યું કે વીર સાવરકર પર અમારું સ્ટેન્ડ પહેલા જે હતું એ જ અત્યારે છે. ઠાકરેએ નાગરિકતા કાયદા (CAA) ને મહારાષ્ટ્રમાં લાગુ કરવાને લઈને પણ તેમને પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ અંગે કોઈ નિર્ણય લે, ત્યારબાદ અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ, જાણો શું કહ્યું?


નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત સોમવારે નાગપુર (Nagpur) માં થઈ રહી છે. ત્રણ પાર્ટીઓની ગઠબંધન સરકારનું આ પહેલું વિધાનસભા સત્ર હશે. ભાજપ (BJP) સાવરકર અને ખેડૂતોના મુદ્દે આક્રમક છે. આવામાં સરકારે આ સવાલોના જવાબ આપવા પડી શકે છે. 


શું સાવરકર વિવાદને લઈને ફસાઈ ગઈ કોંગ્રેસ?
સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar)  પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે. 


સાવરકર પર સંગ્રામ: હવે ફડણવીસે શિવસેનાને લીધી આડે હાથ, કર્યો વેધક સવાલ 


આ બાજુ રણજીત સાવરકરે કહ્યું કે હિન્દુત્વ (Hindutva) નો મુદ્દો શિવસેનાની કરોડરજ્જુ છે. પોલિટિક્સ અને એથિક્સમાં શિવસેના (Shivsena) એથિક્સને સાથે આપે સરકાર બચાવવા કોંગ્રેસ (Congress) ની સાથે ન રહે. વીર સાવરકરના પૌત્રએ  કહ્યું કે શિવસેના કોંગ્રેસને સરકારમાંથી બહાર કરે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને સાવરકરના જીવન પર આધારિત પુસ્તક તેઓ મોકલશે. જેથી કરીને તેમને સ્વતંત્રતા સેનાની અંગે વધુ માહિતી મળી શકે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....